દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશમાં આવેલી સમરફિલ્ડ સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો છે. આ મેલમાં સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી છે.
આ ઈમેલ બપોરે 12.30 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે શાળા પ્રશાસને શુક્રવારે સવારે 8.30 વાગ્યે ઈમેલ જોયો તો પોલીસને તેની જાણ કરવામાં આવી. આ પછી, પોલીસ તરત જ એક્શનમાં આવી અને શાળાને ખાલી કરાવી અને તપાસ શરૂ કરી.
પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની આ ધમકી જૂઠાણું લાગે છે. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.