મુંબઈના મલાડ ઈસ્ટમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં ગોવિંદ નગર વિસ્તારમાં એક બાંધકામની ઇમારતનો સ્લેબ પડતાં ત્રણ મજૂરોનાં મોત થયાં છે. જ્યારે ત્રણ ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, બુધવારે મલાડમાં નિર્માણાધીન નવજીવન બિલ્ડિંગના 20મા માળનો સ્લેબ પડી ગયો હતો. આ બિલ્ડીંગ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહી છે.
જેમાં ત્રણ મજૂરોના મોત થયા હતા
આ ઘટના ગુરુવારે બપોરે 12.10 વાગ્યાની આસપાસ બની હતી. ન્યૂઝ એજન્સી અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે નિર્માણાધીન ઈમારતના સ્લેબનો કેટલોક ભાગ તૂટી પડવાને કારણે આ દુર્ઘટના થઈ છે. ઘાયલ કામદારોને નજીકની MW દેસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ બે મજૂરોને મૃત જાહેર કર્યા હતા. બાદમાં અન્ય એક કામદારે જીવ ગુમાવ્યો હતો. અન્ય ત્રણ ઘાયલ મજૂરો સારવાર હેઠળ છે.
5 લોકો સામે FIR
કામદારો કામ કરી રહ્યા હતા અને અચાનક સ્લેબ પડી ગયો ત્યારે આ અકસ્માત થયો હતો. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે ઘટનાના સંબંધમાં BNSની કલમ 106(1), 125A અને 125B હેઠળ 5 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આમાં સાઇટ સુપરવાઇઝર, કોન્ટ્રાક્ટર અને અન્યનો સમાવેશ થાય છે. આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચોઃ દિલ્હીથી મુંબઈ સુધી વરસાદનું એલર્ટ.. ઘણી જગ્યાએ તબાહી!